૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ઉપરની રમતુ છે. પરંતુ એ પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા...! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા! તે અનંતચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે! પણ એને એ બેસતું નથી. એને એમ છે કે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે. ભક્તિમાં- સ્તુતિમાં આવે છે ને કે-ભગવાન! અમને શિવપદ દેજો. તો શું ત્યાંથી શિવપદ આવતું હશે? અહીં કહે છે- ‘આપ ગહૈ પરભાવનિ કાટૈ’ . એ બંધ અધિકાર પૂરો થયો, લ્યો.
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનોનો સાતમો બંધ અધિકાર સમાપ્ત થયો.