अथ प्रविशति मोक्षः।
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्।
इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं
परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।। १८०।।
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે’ . જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [इदानीम्] હવે (બંધ પદાર્થ પછી), [प्रज्ञा–क्रकच–दलनात् बन्ध– पुरुषौ द्विधाकृत्य] પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા (જુદા જુદા-બે) કરીને, [पुरुषम् उपलम्भ–एक–नियतम्] પુરુષને-કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- [साक्षात् मोक्षं नयत्] સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, [पूर्ण ज्ञानं विजयते] પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [उन्मज्जत्– सहज–परम–आनन्द–सरसं] પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે, [परं] ઉત્કૃષ્ટ છે, અને [कृत–सकल–कृत्यं] કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે (-જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી) એવું છે.
ભાવાર્થઃ– જ્ઞાન બંધ-પુરુષને જુદા કરીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગળવચન છે. ૧૮૦. _________________________________________________________________ * જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે.