Pravachan Ratnakar (Gujarati). Gatha: 294.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2873 of 4199

 

ગાથા–૨૯૪

केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत्–

जीवो बंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं।
पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा।।
२९४।।
जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्।
प्रज्ञाछेदनकेन तु छिन्नौ नानात्वमापन्नौ।।
२९४।।

‘આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત્ કયા સાધન વડે જુદા કરી શકાય છે) ?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-

જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.

ગાથાર્થઃ– [जीवः च तथा बन्धः] જીવ તથા બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्या] નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [छिद्येते] છેદાય છે; [प्रज्ञाछेदनकेन] પ્રજ્ઞારૂપી છીણી વડે [छिन्नौ तु] છેદવામાં આવતાં [नानात्वम् आपन्नौ] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.

ટીકાઃ– આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક (-છેદનના સ્વભાવવાળું) કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે).

(અહીં પ્રશ્ન થાય છે કે-) આત્મા અને બંધ કે જેઓ *ચેત્યચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક (-એક જેવા-) થઈ રહ્યા છે, અને ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે (અર્થાત્ જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે) તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? _________________________________________________________________ ૧. કરણ = સાધન; કરણ નામનું કારક. ૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના. * આત્મા ચેતક છે અને બંધ ચેત્ય છે; અજ્ઞાનદશામાં તેઓ એકરૂપ અનુભવાય છે.