Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2872 of 4199

 

૩૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાન, ને રાગથી ભિન્ન આત્માનું આચરણ કરવું તે સમ્યક્ચારિત્ર. આ પ્રમાણે રાગથી - વિકારથી આત્માને ભિન્ન કરવો - અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ સિદ્ધાંત - નિયમ કરવામાં આવે છે. આવી વાત છે.

લ્યો, હવે વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એ ક્યાં રહ્યું! અહીં તો એમ કહે છે કે - વ્યવહારરત્નત્રયથી આત્માને ભિન્ન અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ નિયમ કરવામાં આવે છે. જુઓ આ વીતરાગમાર્ગનો સિદ્ધાંત.

[પ્રવચન નં. ૩૪૮]