સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૩૩ આત્માનું કાર્ય નહિ. એ બધા વ્યવહારના ભાવો તો ભગવાન આત્માથી ભિન્ન છે, તે એની ક્રિયા કેમ હોય?
અરે! સત્ય સાંભળવાય મળે નહિ તે સત્યને શરણે કયારે જાય? કપડાં સહિત મુનિપણું તો વીતરાગમાર્ગમાં છે નહિ; પરંતુ જૈનનો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય ને એમ માને કે એ મારું કર્તવ્ય છે અને હું એનો કર્તા છું તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. બહુ આકરી વાત. પણ બાપુ! આવાં દ્રવ્યલિંગ તો એણે અનંતકાળમાં અનંતવાર ધારણ કર્યાં છે. પણ અંતરની ભેદજ્ઞાનની ક્રિયા વિના ભાઈ! એ બધાં થોથેથોથાં છે, સંસારમાં રખડવા સિવાય કાંઈ કામનાં નથી.
હવે આચાર્ય મહારાજ પોતે પ્રથમ જે સામાન્ય ષટ્કારકોની વાત કરી હતી તે વિસ્તારથી સમજાવે છે. આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કુંદકુંદાચાર્યની ગાથાનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે કે ભગવાન કુંદકુંદદેવ આ કહેવા માગે છે-
‘ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું. ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું.’
શું કહે છે? કે ચેતતો જ ચેતું છું. એટલે રાગને ચેતતો થકો ચેતું છું એમ નહિ, પણ પોતાને ચેતતો થકો ચેતું છું. ચેતતા વડે ચેતું છું એટલે ચેતવારૂપ કાર્યનું સાધન પોતે જ છે, કોઈ અન્ય સાધન છે એમ નહિ. ચેતતા માટે જ ચેતું છું, એટલે બીજા-પરજ્ઞેય માટે ચેતું છું એમ નહિ. ચેતતામાંથી જ ચેતું છું, એટલે રાગમાંથી કે વ્યવહારમાંથી ચેતું છું એમ નહિ. ચેતતામાં જ ચેતું છું એ આધાર કહ્યો. ચેતતાને જ ચેતું છું-એ કર્મ લીધું. હું મારા ચેતવારૂપ કાર્યને ચેતું છું, રાગને કે વ્યવહારને ચેતું છું એમ નહિ.
આ પ્રમાણે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ વાતને પણ અહીં કાઢી નાખી. વ્યવહારને કરવું કે વ્યવહારને જાણવું એ તો કાઢી નાખ્યું પણ અહીં તો સદ્ભૂત વ્યવહારના છ ભેદ જે સમજાવવા માટે પાડયા હતા તેનું લક્ષ પણ છોડાવે છે. રાગાદિ તો અસદ્ભૂત વ્યવહાર છે. જુઓ, શું કહે છે?
‘અથવા-નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું.’
કહે છે-મારામાં કોઈ ભેદ જ નથી, હું તો જે છું તે સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવ છું. ‘સર્વવિશુદ્ધ’ એટલોય ભેદ પડયો એ અશુદ્ધતા છે. પણ સમજાવવું કેવી