૪૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને,...
શું કહે છે? જુઓ, અહીં વિકારની વાત નથી, કેમકે એ તો આત્માનો ભેદ જ નથી. પરંતુ ચૈતન્યસ્વરૂપી એક જ્ઞાયકભાવ પ્રભુ આત્મામાં ગુણભેદ આદિ જેટલા ભેદ પડે છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને...
‘चिन्मुद्रा–अङ्कत–निर्विभागमहिमा शुद्धः चिद् एव अहम् अस्मि’ જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું.
ચિન્મુદ્રા-જ્ઞાન ને દર્શન એ આત્માની મુદ્રા નામ મહોર-છાપ છે. વળી તે (- આત્મા) એક અભેદ જેનો ચૈતન્યરસ છે એવો નિર્વિભાગ (અભેદ) મહિમા-યુક્ત છે. અહાહા...! ધર્મી જીવ પોતાને એમ અનુભવે છે કે-અભેદ એક ચૈતન્ય જ હું છું; ખંડખંડ ભેદો તે હું નહિ. એ જ કહે છે-
‘यदि कारकाणि वा यदि धर्माः वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम’ જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; ‘विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति’ પરંતુ વિભુ એવા શુદ્ધ (સમસ્ત વિભાવોથી રહિત) ચૈતન્યભાવમાં કોઈ ભેદ નથી.
અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય એવા ચિન્માત્ર શુદ્ધ આત્મામાં કર્તા-કર્મ આદિ કોઈ ભેદ નથી. એ પ્રમાણે નિત્ય, અનિત્ય; એક, અનેક આદિ અપેક્ષિત ધર્મોના ભેદ પણ શુદ્ધ વસ્તુમાં નથી. તેવી રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણોના ભેદ વિભુ એવા શુદ્ધ અચલ ચૈતન્યભાવમાં નથી. અહાહા...! એક, નિત્ય, ત્રિકાળી શાશ્વત અખંડ એકરૂપ ધ્રુવ સામાન્ય-સામાન્ય એવા જ્ઞાયકભાવમાત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. સદ્ભૂતવ્યવહારનયથી ષટ્કારકના, નિત્ય-અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના ને જ્ઞાન આદિ અનંત ગુણોના ભેદો છે, પણ નિશ્ચયથી વિભુ એવા શુદ્ધ ચિન્માત્રભાવમાં કોઈ ભેદો નથી. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન જ્ઞાનના નૂરનું પૂર એવા જ્ઞાનમાત્ર ભૂતાર્થસ્વભાવમાં કોઈ ભેદો નથી.
લોકો તો દયા, દાન આદિ શુભરાગ કરવાથી ધર્મ થઈ જશે એમ માનીને વ્યવહારમાં અટકયા છે. હવે એ વાત તો કયાંય રહી ગઈ; અહીં તો કહે છે-પર્યાયમાં ષટ્કારકના ભેદો ઊભા થાય એ પણ વસ્તુમાં નથી. આ કર્તા, આ કર્મ-એવા ભેદ પર્યાયમાં ઉઠે છે તે અભેદ એકરૂપ વસ્તુમાં નથી.
કારકો, ધર્મો અને ગુણોના ભેદો જાણવા માટે છે, પરંતુ અંદર દ્રષ્ટિના વિષયમાં જતાં એમાં કોઈ ભેદો નથી. દ્રવ્યમાં વસ્તુમાં ભેદ છે ખરા, પરંતુ અભેદ ઉપર દ્રષ્ટિ જતાં