Pravachan Ratnakar (Gujarati). Gatha: 184.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2925 of 4199

 

સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪૪પ

(इन्द्रवज्रा)
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम्।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो
भावाः परे सर्वत एव हेयाः।। १८४।।
શ્લોકાર્થઃ– [चितः] ચૈતન્યનો (આત્માનો) તો [एकः चिन्मयः एव भावः] એક

ચિન્મય જ ભાવ છે, [ये परे भावाः] જે બીજા ભાવો છે [ते किल परेषाम्] તે ખરેખર પરના ભાવો છે; [ततः] માટે [चिन्मयः भावः एव ग्राह्यः] (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [परे भावाः सर्वतः एव हेयाः] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.

*
સમયસાર ગાથા ૨૯૮–૨૯૯ મથાળું

‘આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શન- જ્ઞાનસામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો- એમ કહે છેઃ-’ ચેતન દ્રવ્યનું લક્ષણ જે ચેતના છે તે જ્ઞાનદર્શનરૂપે બે સ્વરૂપે છે. માટે દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો-એમ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૯૮–૨૯૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે.’

અભેદથી સામાન્યપણે જેને ચેતના કહેવામાં આવે છે તે જ ચેતના જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારે-સ્વરૂપે છે. ચેતના આત્માનું લક્ષણ છે એમ કહેતાં રાગ કે જે બંધનું લક્ષણ છે તેનું તે ઉલ્લંઘન કરે છે, અર્થાત્ રાગ આત્માથી ભિન્ન છે એમ સિદ્ધ કરે છે પરંતુ તે ચેતના, દર્શન અને જ્ઞાનરૂપ ભેદો કે જે આત્માના ગુણો-સ્વભાવો છે તેનું ઉલ્લંઘન કરતી નથી. જ્ઞાન અને દર્શન ગુણો અર્થાત્ સામાન્યપણે ચેતના એ તો આત્માનો સ્વભાવ છે. ચૈતન્યસ્વરૂપી આત્માનો એક જ્ઞાન જ સ્વભાવ છે એમ નથી. દર્શન અને જ્ઞાન બન્ને એના સ્વભાવો છે. માટે ચેતકપણાની જેમ દર્શન અને જ્ઞાન બન્ને આત્માનું સ્વલક્ષણ જ છે. અનુભવમાં જ્ઞાન અને દર્શન બન્ને આવે છે.

સનાતન દિગંબર માર્ગ સિવાય અન્યમતમાં એમ કહે છે કે જ્ઞાન અને દર્શન