૪૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्।
तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका–
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपाऽस्तु चित्।। १८३।।
(ર) વ્યાપકના (-ચેતનાના-) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.
चेत् सा द्रग्ज्ञप्तिरूपं त्यजेत्] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડે [तत्सामान्यविशेषरूपविरहात्] તો સામાન્યવિશેષરૂપના અભાવથી [अस्तित्वम् एव त्यजेत्] (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડે; [तत्–त्यागे] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [चितः अपि जडता भवति] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય. [च] અને (ર) [व्यापकात् विना व्याप्यः आत्मा अन्तम् उपैति] વ્યાપક વિના (-ચેતના વિના-) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે (-આમ બે દોષ આવે છે). [तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો.
ભાવાર્થઃ– સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષપ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
અહીં તાત્પર્ય એવું છે કે-સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી’ એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-