Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2923 of 4199

 

સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪૪૩ દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે-હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ‘ગ્રહણ કરું છું’ એટલે ‘જાણું જ છું’; જાણતો જ (અર્થાત્ જાણતો થકો જ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા-નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્ર ભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્ર ભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.)

(ભાવાર્થઃ– આ ત્રણ ગાથાઓમાં, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. ‘ગ્રહણ કરવું’ એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની-લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ, આત્માનું ‘ગ્રહણ કરવું’ છે.

પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.

હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી, પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટાજ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.)

ટીકાઃ– અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ- પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે. તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. (બધીયે વસ્તુઓ સામાન્ય-વિશેષસ્વરૂપ છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી.) તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને (-દર્શનજ્ઞાનને) ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય). તેના અભાવમાં બે દોષ આવે- (૧) પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા