अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९८।।
पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९९।।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९८।।
प्रज्ञया गृहीतव्यो यो ज्ञाता सोऽहं तु निश्चयतः।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९९।।
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે જાણનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૯.
દેખનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
જાણનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
ટીકાઃ– ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું’; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું, અથવા-નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી