Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2944 of 4199

 

૪૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભેગું થઈ જાય છે. આનું નામ ભેદવિજ્ઞાન ને ધર્મ છે. ભાઈ! ધર્મ કરનારે આવું ભેદવિજ્ઞાન પ્રથમ કરવું પડશે. ત્યારે જ તે ધર્મી અર્થાત્ જ્ઞાની થાય છે. અહા! પરનું લક્ષ મટાડી પ્રજ્ઞા વડે ચૈતન્યલક્ષણ આત્માને ગ્રહણ કરવાથી અર્થાત્ આત્માનુભવ કરવાથી તે જ્ઞાની-ધર્મી થાય છે.

હવે આવો ધર્મી પુરુષ ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે. જાણવા- દેખવારૂપ જે ચેતના સ્વભાવ છે તે મારો છે એમ ધર્મી જાણે છે; અને ચેતનારહિત બાકીના સર્વ ભાવોને તે બીજાના-પારકા જાણે છે. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પારકો છે એમ ધર્મી જાણે છે. આ કઠણ પડે પણ આ વસ્તુસ્થિતિ છે. એક બાજુ પોતે આત્મા સ્વ અને બીજી બાજુ સર્વ રાગાદિ પર છે. ધર્મીને તો ‘હું ચેતનામાત્ર આત્મા છું’ -એમ એના અનુભવ ને પ્રતીતિમાં આવ્યું છે. સમજાણું કાંઈ...?

જુઓ, શુભરાગનો જે વિકલ્પ ઉઠે છે તે જ ક્ષેત્ર ને તે જ કાળમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. બેની ઉત્પત્તિ આ રીતે થવા છતાં પ્રજ્ઞાછીણી વડે ધર્મી બન્નેને ભિન્ન પાડે છેઃ પોતાને જાણવા-દેખવાના સ્વભાવવાળો ચિન્મય આત્મા જાણે છે અને રાગાદિ ભાવ છે તે પર છે, મારી ચીજ નથી-એમ જાણે છે.

અહાહા....! અનંત શક્તિઓ-ગુણ જેમાં વસેલા છે તે અભેદ એક ચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. અહા! આવા પોતાના સ્વરૂપનો જે, રાગથી ભિન્ન પડી, અનુભવ કરે છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મી જીવ શુદ્ધ એક ચિન્માત્ર ભાવને સ્વપણે અનુભવે છે અને બાકીના ભાવોને તે પર જાણે છે. લ્યો, આ ધર્મી ને આવો ધર્મ!

કોઈ વ્રત, ભક્તિ, ઉપવાસ કે સમ્મેદશિખર આદિની જાત્રા કરે એટલે એ ધર્મી એમ નહિ, અંદર સ્વસ્વરૂપને અનુભવે ને પરને પર જાણે તે ધર્મી છે. તો કેટલાક વળી કહે છે-

‘એક વાર વંદે જો કોઈ, તાકે નરક-પશુગતિ નહિ હોઈ, -એમ પૂજામાં આવે છે ને?

ભાઈ! એ તો વિશેષ શુભભાવ હોય તો નરક અને પશુમાં ન જાય. પરંતુ એમાં શું વળ્‌યું? એમાં ભવનો અંત ક્યાં આવ્યો? વળી કોઈ તો એમ કહે છે કે-

સમ્મેદશિખરમાં જે વનસ્પતિ થાય છે તે પણ પરિતસંસારી-હળુકર્મી હોય છે. અરે ભાઈ! ક્ષેત્રની સાથે શું સંબંધ છે? જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં એના પેટમાં (-ક્ષેત્રમાં) અનંતકાળે કદી મોક્ષ નહિ જવાવાળા જીવો પણ હોય છે. જે મુક્તિશિલા પર ભગવાન સિદ્ધ બિરાજે છે ત્યાં જ (એ જ ક્ષેત્રે) બીજા અનંત નિગોદના જીવ પણ છે. બધાનું ક્ષેત્ર એક હોવા છતાં ભાવે દરેકને ભિન્નતા છે. નિગોદના