સમયસાર ગાથા-૩૦૦ ] [ ૪૬૩
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। १८६।।
[सेव्यताम्] સેવન કરો કે- ‘[अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योतिः एव सदा एव अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; [तु] અને [एते ये पृथग्लक्षणाः विविधाः भावाः समुल्लसन्ति ते अहं न अस्मि] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम्] કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે’ . ૧૮પ.
શ્લોકાર્થઃ– [परद्रव्यग्रहं कुर्वन्] જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે [अपराधवान्] તે
અપરાધી છે [बध्यते एव] તેથી બંધમાં પડે છે, અને [स्वद्रव्ये संवृतः यतिः] જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે (અર્થાત્ જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે-મગ્ન છે-સંતુષ્ટ છે, પરદ્રવ્યને ગ્રહતો નથી) એવો યતિ [अनपराधः] નિરપરાધી છે [न बध्येत] તેથી બંધાતો નથી. ૧૮૬.
‘જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે.’
જે પુરુષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય,..... શું કહ્યું આ? અહાહા...! પુરુષને ધર્મ કેમ થાય અર્થાત્ તે ધર્મી કેવી રીતે થાય- તે અહીં વાત કરે છે.
ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે, ને પર એટલે બંધનું લક્ષણ રાગાદિ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ હો, એની શ્રદ્ધાનો રાગ હો કે કોઈ પણ પુણ્યભાવ હો, એ બંધનું લક્ષણ છે. આમ બન્નેનાં નિયત નામ નિશ્ચય સ્વલક્ષણોને જાણીને બેની સાંધમાં પ્રજ્ઞા પટકવાથી આત્મા જ્ઞાની અર્થાત્ ધર્મી થાય છે.
આત્માનો સ્વભાવ ચેતના છે, અને રાગ ભિન્ન પર છે; એમ બે વચ્ચે સાંધ છે. ત્યાં સાંધમાં પ્રજ્ઞાછીણી પટકતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની દશાને સ્વ-સન્મુખ વાળતાં ‘સ્વ’ નું જ્ઞાન થાય છે અને તેમાં (નાસ્તિપણે) રાગ મારી ચીજ નથી એવું જ્ઞાન