Pravachan Ratnakar (Gujarati). Gatha: 300 Kalash: 185.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2942 of 4199

 

ગાથા–૩૦૦
को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे।
मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं।। ३००।।
को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान्।
ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम्।। ३००।।
(शार्दूलविक्रीडित)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा–
एतेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५।।
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે? ૩૦૦.
ગાથાર્થઃ– [सर्वान् भावान्] સર્વ ભાવોને [परकीयान्] પારકા [ज्ञात्वा] જાણીને

[कः नाम बुधः] કોણ જ્ઞાની, [आत्मानम्] પોતાને [शुद्धम्] શુદ્ધ [जानम्] જાણતો થકો, [इदम् मम] ‘આ મારું છે’ (- ‘આ ભાવો મારા છે’) [इति च वचनम्] એવું વચન [भणेत्] બોલે?

ટીકાઃ– જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે’ એમ કેમ કહે? (ન જ કહે;) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે-એવો સિદ્ધાંત છે.

ભાવાર્થઃ– લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્જ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[उदात्तचित्तचरितैः मोक्षार्थिभिः] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત

(-ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ) છે એવા મોક્ષાર્થીઓ [अयम् सिद्धान्तः] આ સિદ્ધાંતને