સમયસાર ગાથા-૩૦૦ ] [ ૪૬૭ અને મહિમા આવ્યો હોય તેને પણ એવો ભાવ ન આવે તો ધર્મી પુરુષને કેમ આવે? ન જ આવે. ધર્મની વાત પણ જ્યાં ચાલતી ન હોય અને જ્યાં ધર્મશ્રવણની કોઈ તક ન હોય તેવા સ્થાનમાં ધર્માત્મા પુરુષો પોતાની દીકરીઓ આપે નહિ.
‘લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાના ન કહે.’
શું કહ્યું? જુઓ, કોઈ ખાનદાન સમજુ માણસ હોય, સ્થિતિએ સાધારણ હોય અને ઘરે દીકરાનો લગ્ન પ્રસંગ હોય તો તે કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાંથી રત્નનો હાર વગેરે દીકરાને પહેરવા લઈ આવે, તો શું તે એને પોતાનો માને? એને પોતાની મૂડી સમજે? ના સમજે. એ ચીજ મારી નથી એમજ યથાર્થ તે માને; અને એ જ લૌકિક ન્યાય છે.
‘તેવી જ રીતે જે સમ્યજ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.’
જુઓ, સમ્યગ્જ્ઞાની ધર્મી પુરુષને વ્યવહારનો-પુણ્યનો ભાવ આવે છે, પણ તેને તે છે એમ જાણે છે, પણ તે પોતાનો છે એમ જાણતો નથી. તે સમસ્ત પરદ્રવ્યોને તથા પરભાવોને પોતાના માનતો નથી, ઇન્દ્રપદ કે ચક્રીનું પદ મળે તેને તે પોતાનાં જાણતો નથી તથા જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવનેય તે પોતાનો માનતો નથી. અહા! પોતાના એક ચિન્માત્ર ભાવને જ પોતાનો જાણી તેનો અનુભવ કરે છે. વ્યવહાર એ નિજભાવ નથી છતાં આવે છે, પણ તેમાં એને હેયબુદ્ધિ હોય છે, આદરબુદ્ધિ જરાય હોતી નથી. લ્યો, આવી આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. જેનાં મહાભાગ્ય હોય તેને સાંભળવાય મળે છે. બાકી જેના અંતરમાં પરિણમી જાય એના ભાગ્યનું તો પૂછવું જ શું?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘उदातचितचरितैः मोक्षर्थिभिः’ જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ.....
જુઓ, મોક્ષાર્થી લીધું છે ને? અહા! મોક્ષ જે અનંતસુખમય પૂરણસુખમય છે. એનો નમૂનો જેના અનુભવમાં આવ્યો છે તે મોક્ષાર્થી છે. કળશટીકામાં મોક્ષાર્થીનો અર્થ એવો કર્યો છે કે-સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિયસુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ. અહા! પરમ આનંદરૂપ પ્રગટ દશા તે મોક્ષ છે, અને અતીન્દ્રિય આનંદનો અંશે જેને સ્વાદ આવ્યો છે અને જે પૂરણ આનંદનો