Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2957 of 4199

 

સમયસાર ગાથા ૩૦૧ થી ૩૦૩ ] [ ૪૭૭ નથી; અર્થાત્ જેવો આત્મા વસ્તુએ શુદ્ધ છે એવો પર્યાયમાં શુદ્ધ વર્તતો થકો નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે તે નિરપરાધ છે ને તેને બંધનની શંકા થતી નથી એવો નિયમ છે. જુઓ, આ નિયમ એટલે સિદ્ધાંત કહ્યો.

હવે કહે છે- ‘માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.’

આત્મા જે વસ્તુ છે તે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ ચિદાનંદકંદ છે. તેમાં કર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપના ભાવો ને દયા, દાન આદિ પુણ્યભાવો-તે સર્વ પરદ્રવ્ય છે, પરભાવો છે. અહીં કહે છે-એ સર્વ પરભાવોની દ્રષ્ટિ છોડી શુદ્ધ આત્માને ગ્રહણ કરવો એટલે કે શુદ્ધ આત્મામાં જ દ્રષ્ટિ લગાવવી, તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું અને તેમાં જ લીનતા કરવી; કેમકે ત્યારે જ નિરપરાધતા થાય છે. આનું નામ જૈનધર્મ છે.

તો જીવોની દયા પાળવી એ જૈનધર્મ નહિ? ભાઈ! જીવોની દયાનો જે વિકલ્પ આવે છે તે, અહીં કહે છે, પરદ્રવ્ય છે, પરભાવ છે; અને તેને ગ્રહણ કરવો તે અપરાધ છે. પરની દયા તો બાપુ! કોઈ પાળી શકતો નથી. પર જીવ તો એનું આયુ હોય તો બચે છે. કોઈનો બચાવ્યો બચે છે એમ છે નહિ. છતાં હું બીજાને બચાવી શકું છું એમ માને એ તો મિથ્યાત્વ છે. બીજાને કોણ બચાવે? છતાં એવો પરને બચાવવાનો વિકલ્પ આવે ખરો; જ્ઞાનીને પણ આવે છે. પરંતુ જ્ઞાની તેને ગ્રહતો નથી કેમકે પરભાવનું ગ્રહણ તે અપરાધ છે, ચોરી છે. જે પરભાવને પોતાનો માની વર્તે છે તે નિયમથી અપરાધી છે ને તે બંધાય છે. સમજાણું કાંઈ...?

જેટલા કોઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભના વિકલ્પ ઉઠે છે તે સર્વ પરદ્રવ્ય છે, પરભાવ છે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તે સર્વ પરભાવોના સર્વથા પરિહાર વડે...... , જુઓ સર્વ અને સર્વથા એમ બે શબ્દો પડયા છે. એટલે કે શુભાશુભ સર્વ પરભાવોનું સર્વથા લક્ષ છોડીને નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી આત્માને જાણવો- અનુભવવો અને એમાં જ દ્રષ્ટિ લગાવી સ્થિર થવું એનું નામ શુદ્ધ આત્માને ગ્રહણ કર્યો કહેવાય છે અને ત્યારે જ તે નિરપરાધ થાય છે.

આ સિવાય, કોઈ મોટો અબજોપતિ શેઠ હોય, મોટો રાજા હોય કે મોટો દેવ હોય, જો એને દેહાદિ અને રાગાદિ પરભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેને દેહની ને રાગની એકતાબુદ્ધિમાં દેહ છૂટે છે. અહા! આવા જીવો બિચારા ચારગતિમાં રઝળી મરે છે. માટે સર્વ પરભાવોનું સર્વથા લક્ષ છોડી શુદ્ધ