Pravachan Ratnakar (Gujarati). Kalash: 187.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2960 of 4199

 

૪૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(मालिनी)
अनवरतमनन्तबध्यते सापराधः
स्पृशति निरपराधो बन्धनं नैव जातु।
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। १८७।।
ટીકાઃ– પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે

આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું’ એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.

ભાવાર્થઃ– સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દોનો અર્થ એક જ

છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [सापराधः] સાપરાધ આત્મા [अनवरतम्] નિરંતર [अनन्तैः] અનંત

પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [बध्यते] બંધાય છે; [निरपराधः] નિરપરાધ આત્મા [बन्धनम्] બંધનને [जातु] કદાપિ [स्पृशति न एव] સ્પર્શતો નથી જ. [अयम्] જે સાપરાધ આત્મા છે તે તો [नियतम्] નિયમથી [स्वम् अशुद्धं भजन्] પોતાને અશુદ્ધ સેવતો થકો [सापराधः] સાપરાધ છે; [निरपराधः] નિરપરાધ આત્મા તો [साधु] ભલી રીતે [शुद्धात्मसेवी भवति] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭.

*