૪૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પોતાના માન્યા છે તે રાગના-દુઃખના વેદનમાં જ જશે. તે ચારગતિમાં દુઃખના વેદનમાં જશે. અને જે, હું એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ છું એવી શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક આરાધક થયો છે તે જ્યાં જશે ત્યાં આત્મામાં જ રહેશે.
જુઓ, શ્રેણીક મહારાજાને તેમનું આયુષ્ય પહેલાં (મિથ્યાદશામાં) બંધાઈ ગયું હતું તો તેઓ મરીને પહેલી નરકે ગયા. પણ ક્ષાયિક સમકિતી છે ને? તો તેઓ અંતરમાં આત્મવાસી છે. નરકમાં તેઓ ત્યાં તીર્થંકરગોત્ર બાંધે છે. તેઓ આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે. અહા! નરકમાં હોય તોપણ સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સદા ઉપયોગસ્વરૂપ જ દેખે છે, શ્રદ્ધે છે. તેને રાગાદિ પરિણામ આવે છે તોપણ તેને તે આત્મભૂત માનતો નથી. ભાઈ! આ પંચમકાળના મુનિવર પંચમકાળના જીવથી થઈ શકે એ વાત કહે છે. રખે કોઈ આ ચોથા આરાના જીવો માટે છે એમ માનતા; કેમકે આત્માને આરાથી શું સંબંધ છે? આત્માને કોઈ આરો-ફારો લાગૂ પડતો નથી. સમજાણું કાંઈ...?
‘સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દનો અર્થ એક જ છે.’ સંસિદ્ધિ એટલે સમ્યક્ પ્રકારે સિદ્ધ થવું. એટલે શું? કે આત્મા જેવો શુદ્ધ એક ઉપયોગમય છે તેવો દ્રષ્ટિ, જ્ઞાન ને ચારિત્રમાં આવવો તે સંસિદ્ધિ છે, આત્માનાં સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન અને ચારિત્ર પ્રગટ થતાં આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે અને તે સંસિદ્ધિ છે.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં ‘સંસિદ્ધિ’ નો અર્થ ‘રાધન’ કર્યો છે. મૂળમાં તો ‘રાધ’ કહેવું છે. ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ જેવો છે તેવું એનું જ્ઞાન-શ્રદ્ધાન થવું અને તેમાં જ રમણતારૂપ ચારિત્રનું પ્રગટ થવું તે રાધ નામ રાધન છે. એને જ આત્માની સેવા અને આરાધન કહે છે.
અરે! અનાદિથી એણે રાગની સેવા કરી, પણ શુદ્ધ આત્મતત્ત્વનું સેવન ન કર્યું. અહા! તે મહા અપરાધ છે.
અહા! આત્મા શુદ્ધ ચિદાનંદઘન એક જાણવાદેખવાના ઉપયોગસ્વરૂપ માત્ર છે. તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરી તેમાં જ સ્થિરતા કરવી એ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. દર્શન-જ્ઞાનમાં શુદ્ધ આત્મા જણાયો તે એની સિદ્ધિ છે અને તે જ રાધ છે.
હવે કહે છે- ‘જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે.’
જુઓ, ભગવાનની પુજા, ભક્તિ ઈત્યાદિ જે રાગ છે તે, પૂર્ણ વીતરાગતા ન થાય