Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2981 of 4199

 

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૦૧

इति मोक्षो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ मोक्षप्ररूपकः अष्टमोऽङ्कः।।


અને ધીર (આકુળતા વિનાનું) -એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું. ૧૯૨.

ટીકાઃ– આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થઃ– રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.

જ્યોં નર કોય પર્યો દ્રઢબંધન બંધસ્વરૂપ લખૈ દુખકારી,
ચિંત કરૈ નિતિ કૈમ કટૈ યહ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી;
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો.

*
સમયસાર ગાથા ૩૦૬ – ૩૦૭ઃ મથાળું

ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છેઃ-

ભાઈ! આ બહુ શાન્તિ ને ધીરથથી સાંભળવા જેવી વાત છે. અહા! અનંતકાળથી એ સમ્ગગ્દર્શન શું ચીજ છે એ સમજ્યા વિના એકલા ક્રિયાકાંડમાં ગરી ગયો છે. પણ ભાઈ! એ તો બધી ફોગટ મજુરી છે. એમાં જો રાગની મંદતા હોય તો તેને શુભભાવ થાય છે ને એમાં કર્તાબુદ્ધિ હોય તો મિથ્યા છે. આ વર્ષીતપ વગેરે કરે છે ને? અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થયા વિના એ તો બધી લાંઘણો છે ભાઈ! એ બધા ક્રિયાકાંડના ભાવ તો ભવભ્રમણ કરવાના ભાવ છે. એનાથી સંસાર ફળશે, મુક્તિ નહિ થાય. પણ શું થાય? અત્યારે તો ચોતરફ એક જ પ્રરૂપણા ચાલે છે કે-આ કરો ને તે કરો; ઉપવાસ કરો ને ઉપધાન કરો ઈત્યાદિ. પણ બાપુ! એ બધા શુભભાવ ઝેર છે. અજ્ઞાનીને તો એ ઝેર છે જ, સમકિતી પણ, તે અતીન્દ્રિય આનંદના સ્વાદથી વિપરીત હોવાથી ઝેર જ જાણે છે. અત્યારે તો પ્રરૂપણામાં જ ઉગમણો-આથમણો ફેરફાર થઈ ગયો છે.