પ૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ કર્યાં નથી તેથી તે દુષ્કર છે. અહીં કહે છે-આ શાસ્ત્ર એને દ્રવ્યપ્રતિક્રમણાદિથી સંતોષ કરાવતું નથી એટલું જ નહિ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવાં અતિ દુષ્કર નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ પણ કરાવે છે. અહો! આ શાસ્ત્ર પરમ અદ્ભુત મહિમાવંત છે.
જુઓ, નીચે નરકગતિ છે. રાજા, મહારાજા ને મોટા પૈસાવાળા જેઓ માંસ, ઇંડા, દારૂ ઈત્યાદિનું સેવન કરે છે એ બધા નીચે નરકમાં ભરાય છે. શું થાય? એવા ક્રુર પરિણામનું ફળ એવું છે. ભાઈ! આ જીવ પણ ત્યાં અનંતવાર ગયો છે. વળી જેઓ માયા, કુટિલતા, વક્રતા-આડોડાઈ બહુ કરે છે એ જીવો તિર્યંચમાં જાય છે. એવા ભવ પણ એણે અનંતા કર્યા છે. અરે! અનાદિથી એ અનંતકાળમાં ક્યારેય ભવ વિનાનો રહ્યો નથી. ચાર ગતિમાં, ૮૪ લાખ યોનિમાં અવતાર ધરી ધરીને તે તીવ્ર દુઃખોને જ પ્રાપ્ત થયો છે.
અહા! જો એકવાર ભવરહિત થાય તો ફરીને તેને જન્મ-મરણ રહે નહિ. જેમ ચણો કાચો હોય તો ઉગે પણ શેકેલો ચણો ઉગે નહિ. તેમ સ્વસ્વરૂપના ભાન વિના પુણ્ય-પાપના ભાવ કર્યા જ કરે તેને કાચા ચણાની જેમ ચારગતિમાં જન્મમરણ થયા જ કરે, તેનું ભવભ્રમણ મટે નહિ. પરંતુ પુણ્યપાપરહિત પોતાના સ્વસ્વરૂપને ઓળખીને તેમાં જ લીન થઈ રહે તેને શેકેલા ચણાની જેમ નવા નવા ભવ થતા નથી. અહા! તે ભવરહિત અત્યંત નિરાકુલ આનંદની દશાને પ્રાપ્ત થઈ જાય છે. સમજાણું કાઈ...?
ભાઈ! અંદર તું કેટલો મહાન છો તેની તને ખબર નથી; અને બેખબરો રહીને તું ચારગતિમાં રઝળે છે, રૂલે છે. સ્વ ને પરની ખબર વિના બેખબરો રહીને રાગથી એકપણું કરીને ભગવાન! તું ચારગતિમાં રખડી મરે છે. અહીં કહે છે-પ્રભુ! તું ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તેમાં આવી જા, અને તેમાં જ નિવાસ કર. તને ભવરહિત અનંતસુખમય પદની પ્રાપ્તિ થશે. આ સિવાય મોટો જૈનનો સાધુ થાય તોય શું કામનું?
આત્માને સાધે તે સાધુ છે. જેણે અંદરમાં આનંદને સાધ્યો નથી તે સાધુ નથી; અર્થાત્ જે એકલા ક્રિયાકાંડમાં જ મગ્ન છે તે સાધુ નથી. અંદર અમૃતકુંભ પ્રભુ આત્મા પડયો છે તેને સાધીને જે પ્રગટ કરે તે સાધુ છે. અંદર વસ્તુ આનંદસ્વભાવ છે એનું મનન કરવું, એમાં લીન થવું એનું નામ મુનિ છે. વસ્ત્ર સહિત સાધુ એ તો કુલિંગ છે. અને બાહ્યલિંગમાં જ મગ્ન છે એય વાસ્તવમાં સાધુ નથી. જે સ્વસ્વરૂપમાં જ નિરંતર મગ્ન છે તે જ પરમાર્થે સાધું છે. અહો! સાધુદશા કોઈ અલૌક્કિ ચીજ છે.
અહા! આવું મનુષ્યપણું મળ્યું ને આ વાતને સમજીને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય અને હાથ આવે નહિ તેમ તે ભવ-