પ૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ સ્વયં દોષસ્વરૂપ જ છે તે દોષને કેમ મટાડે? આત્મજ્ઞાનના અભાવમાં વ્રત, તપ આદિ કોઈ બાહ્ય ક્રિયાઓ દોષ મટાડવા સમર્થ નથી. હવે એનું કારણ કહે છે-
‘કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે.’
મોક્ષમાર્ગમાં નિશ્ચય સહિત વ્યવહાર (હોય) છે. જેને રાગરહિત શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની દ્રષ્ટિ, જ્ઞાન ને અનુભવ થયાં છે એવા નિશ્ચયવાળાના શુભરાગને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચય-સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ નથી એના વ્યવહાર- ક્રિયાકાંડ કોઈ ચીજ નથી. એ તો કેવળ અપરાધ અને દોષ જ છે. ભાઈ! દુનિયાથી આ વાત જુદી છે. લોકો સાથે એનો મેળ ન ખાય એવી આ અલૌક્કિ વાત છે. નિશ્ચયયુક્ત જે વ્યવહાર એને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. પણ આત્મજ્ઞાન રહિત અજ્ઞાની, ભલે તે વ્રતાદિના શુભરાગમાં વર્તતો હોય તોય તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેતા નથી.
ભાઈ! નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે. જેને આત્માનો અનુભવ અંદરમાં થયો છે એને જે શુભરાગ આવે છે તેને મોક્ષમાર્ગમાં વ્યવહાર કહેવામાં આવે છે. કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી; અર્થાત્ નિશ્ચય રહિત વ્યવહાર કાંઈ નથી, તે વ્યવહાર નામ પામતો નથી; એ તો બંધનો જ માર્ગ છે; અજ્ઞાનીને દયા, દાન, વ્રતાદિના વિકલ્પો બંધનું-સંસારનું જ કારણ થાય છે. હવે કહે છે.
‘માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે.’
જુઓ, શું કહ્યું? અજ્ઞાનીને જે મિથ્યાત્વાદિરૂપ અપ્રતિક્રમણાદિક છે એ તો વિષકુંભ છે જ. એની તો શી વાત કરવી? પરંતુ ભગવાને વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક શુભભાવો કહ્યા છે તે પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. અહાહા...! નિશ્ચય સહિતની જે ક્રિયા (શુભ) છે તે પણ પરમાર્થે ઝેરનો ઘડો જ છે. જેને પોતાના નિશ્ચયસ્વરૂપનું અંદર ભાન છે તેના વ્યવહારને (શુભરાગને) વ્યવહાર કહેવામાં આવે છે તે વ્યવહાર પણ નિશ્ચયથી વિષકુંભ જ છે; કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે. લ્યો, આવી વાત છે.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
‘अतः’ આ કથનથી, ‘सुख–आसीनतां गताः’ સુખે બેઠેલા (અર્થાત્ એશ-