સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૧૩ આરામ કરતા) ‘प्रमादिनः’ પ્રમાદી જીવોને ‘इताः’ હત કહ્યા છે.
શું કીધું? કે-આત્મા શું ચીજ છે એની ખબર વિના દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભક્રિયાઓ વડે ધર્મ થાય છે એમ માની જે શુભરાગમાં સંતુષ્ટ થાય છે તેઓ પ્રમાદી છે અને તે જીવો ‘હતાઃ’ એટલે હણાઈ રહ્યા છે અર્થાત્ તેઓ મોક્ષના અનધિકારી છે. અહા! જેને હું પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ અંતર-અનુભવ થયો નથી તે જીવો મોક્ષના-ધર્મના અનધિકારી છે અર્થાત્ તેમનો મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી.
‘चापलम् प्रलीनम्’ ચાપલ્યનો (વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે. એટલે શું? કે આત્મભાન વિનાની ક્રિયાઓનો-દ્રવ્યપ્રતિક્રમણ, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ભણવું, ભણાવવું, પઠન-પાઠન, ચિંતવન ઈત્યાદિ ક્રિયાઓનો-પ્રલય કર્યો છે, અર્થાત્ તે ક્રિયાઓ બધી મોક્ષના કારણમાં ગણવામાં આવી નથી.
આ લાખો-કરોડોનું દાન કરે, ભક્તિ, પૂજા, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઈત્યાદિ કરે એ બધી શુભરાગની ક્રિયાઓ ચાપલ્ય છે. આત્માના ભાન વિના આવી બધી ક્રિયાઓના કરનારા મિથ્યાદ્રષ્ટિ છે. અહા! જેઓ અહિંસાદિ પાપની ક્રિયાઓમાં પડેલા છે-તેમની તો શી વાત કરવી? તે પાપી જીવો તો ચારગતિમાં રખડી જ મરે છે. પણ અહીં કહે છે- પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર્યા વિના જેઓ એકલી પુણ્યની-દયા, દાન, વ્રતાદિની ક્રિયાઓ કરવામાં પડેલા છે તેઓને પણ ચાપલ્ય છે, અર્થાત્ તેમની તે ક્રિયાઓ મોક્ષમાર્ગમાં ગણી નથી. તેઓ પણ બંધમાર્ગમાં એટલે સંસારમાં જ રઝળી મરે છે.
હવે કહે છે- ‘आलम्बनम् उन्मूलितम्’ આલંબનને ઉખેડી નાખ્યું છે. અર્થાત્ સ્વદ્રવ્યના આલંબન સિવાય જેટલું પરદ્રવ્યનું આલંબન છે તેને મૂળથી ઉખેડી નાખ્યું છે. સમ્યગ્દ્રષ્ટિને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને પણ નિશ્ચયે બંધનું કારણ જાણી હેય ગણ્યું છે. પરદ્રવ્ય ચાહે પંચપરમેષ્ઠી હો કે શાસ્ત્ર હો, એનું આલંબન પ્રમાદ છે અને તે હેય છે. એક વીતરાગભાવ સિવાય, પાપની નિંદા, ચિત્તને પાપથી પાછું વાળવું તે, ઈત્યાદિ સર્વ શુભરાગની ક્રિયાઓ પ્રમાદ છે અને એમાં પરદ્રવ્યનું આલંબન છે. અહા! અહીં કહે છે- જેટલું પરદ્રવ્યનું આલંબન છે તે મૂળથી ઉખેડી નાખ્યું છે એટલે કે હેય કર્યું છે.
પ્રશ્નઃ– તો ભાવપાહુડમાં પંચમહાવ્રત અંગીકાર કરો, ષોડશભાવના ભાવો ઈત્યાદિ અનેક પ્રકારની શુભક્રિયાઓ કરવાની વાત આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો ભાઈ! જ્ઞાનીને તે તે ભૂમિકાઓમાં કેવા કેવા પ્રકારનો શુભરાગ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એ સર્વ વ્યવહારનું કથન