પ૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે, પણ મોક્ષદશા એક સમયનો સ્વાંગ છે. અહીં કહે છે-જ્યાં કેવલજ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યાં મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો. હવે કહે છે-
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.”
કોઈ પુરુષ લોખંડની સાંકળના દ્રઢ બંધનમાં પડયો હોય અને વિચારે કે બંધન મહા દુઃખકારી છે. તો એટલા વિચારમાત્રથી બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા જ કર્યા કરવાથી બંધન છૂટે નહિ. પણ આયુધ વડે તે બંધનને - બેડીને તોડે તો તૂટે.
તેમ આત્મામાં રાગ-દ્વેષ-મોહનું બંધન છે, અને તે દુઃખદાયક છે. પણ એટલા વિચારમાત્રથી કાંઈ બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા કર્યા કરવાથી પણ બંધન છૂટે નહિ. પરંતુ ભેદવિજ્ઞાનરૂપી સુબુદ્ધિ પ્રગટ કરી રાગ અને જ્ઞાનને જુદા કરે તો બંધન છૂટે. સમ્યગ્જ્ઞાનરૂપી તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી વડે પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા ભિન્ન પડે છે. તો આવું ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે તો તે બંધનથી છૂટે છે.
કેટલાક લોકો જીવોની દયા પાળો, વ્રત પાળો, તપ કરો, ભક્તિ કરો;-તે વડે ધર્મ થઈ જશે એમ કહે છે પણ એમની તે વાત ખોટી છે. તેઓ બંધનના કારણને ધર્મનું કારણ માને છે.
જેમ લોખંડની બેડી તીક્ષ્ણ આયુધ વડે છેદતાં બંધન તૂટે છે તેમ પ્રજ્ઞાછીણીને રાગ ને જ્ઞાનની સાંધમાં પટકતાં બન્ને છૂટા પડી જાય છે અને બંધન તૂટે છે. પુણ્ય-પાપથી મારી ચૈતન્યસ્વરૂપ ચીજ ભિન્ન છે એમ જાણી પોતાની ચીજમાં જ્ઞાનને એકાગ્ર કરવું એ પ્રજ્ઞાછીણી છે અને એ જ મોક્ષનો ઉપાય છે. અહા! પ્રજ્ઞાછીણી-ભેદવિજ્ઞાન એક જ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ...? લ્યો, મોક્ષ અધિકાર પુરો થયો.
આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો આઠમો મોક્ષ અધિકાર સમાપ્ત થયો.