ૐ
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
अथ प्रविशतिः सर्वविशुद्धज्ञानम्।
(मंदाक्रान्ता)
नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान्
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्ऌप्तेः।
शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि–
ष्टङ्कोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १९३।।
સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય, સદા આતમારામ;
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે’.
મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં