Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3023 of 4199

 

] [પ્રવચન રત્નાકર ભાગ-૯

न कुतश्चिदप्युत्पन्नो यस्मात्कार्य न तेन स आत्मा।
उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति।। ३१०।।
कर्म प्रतीत्य कर्ता कर्तारं तथा प्रतीत्य कर्माणि।
उत्पद्यन्ते च नियमात्सिद्धिस्तु न द्रश्यतेऽन्या।। ३११।।

[सूत्रे दर्शिताः] સૂત્રમાં દર્શાવ્યા છે, [तैः] તે પરિણામોથી [तं जीवम् अजीवम् वा] તે જીવ અથવા અજીવને [अनन्यं विजानीहि] અનન્ય જાણ.

[यस्मात्] કારણ કે [कुतश्चित् अपि] કોઈથી [न उत्पन्नः] ઉત્પન્ન થયો નથી

[तेन] તેથી [सः आत्मा] તે આત્મા [कार्य न] (કોઈનું) કાર્ય નથી, [किञ्चित् अपि] અને કોઈને [न उत्पादयति] ઉપજાવતો નથી [तेन] તેથી [सः] તે [कारणम् अपि] (કોઈનું) કારણ પણ [न भवति] નથી.

[नियमात्] નિયમથી [कर्म प्रतीत्य] કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને)

[कर्ता] કર્તા હોય છે; [तथा च] તેમ જ [कर्तारं प्रतीत्य] કર્તાના આશ્રયે [कर्माणि उत्पद्यन्ते] કર્મો ઉત્પન્ન થાય છે; [अन्या तु] બીજી કોઈ રીતે [सिद्धिः] કર્તાકર્મની સિદ્ધિ [न द्रश्यते] જોવામાં આવતી નથી.

ટીકાઃ– પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ

છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય- ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા- કર્મની અન્યનિરપેક્ષપણે (-અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.

ભાવાર્થઃ– સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ

દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.