સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [પ
स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः ।
तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।। १९५।।
‘આ રીતે જીવ અકર્તા છે તોપણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [स्वरसतः विशुद्धः] જે નિજરસથી વિશુદ્ધ છે, અને [स्फुरत्–चित्– ज्योतिर्भिः छुरित–भुवन–आभोग–भवनः] સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [अयं जीवः] એવો આ જીવ [इति] પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને પરભાવોનો) [अकर्ता स्थितः] અકર્તા ઠર્યો, [तथापि] તોપણ [अस्य] તેને [इह] આ જગતમાં [प्रकृतिभिः] કર્મપ્રકૃતિઓ સાથે [यद् असौ बन्धः किल स्यात्] જે આ (પ્રગટ) બંધ થાય છે [सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फूरति] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફૂરાયમાન છે.
ભાવાર્થઃ– જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે-જેનો પાર પમાતો નથી. ૧૯પ.
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે-હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તા-કર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ-