૬૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ સંસાર છે. જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી; તેથી જીવ કર્મબંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. સમ્યગ્દર્શનથી માંડીને મુનિદશા પર્યંત તે જાણવા-દેખવારૂપે પરિણમે છે. વ્યવહારરત્નત્રયનો રાગ આવે પણ તેનો તે કર્તા થતો નથી. ભાઈ! વીતરાગી ધર્મ વીતરાગભાવથી જ પ્રગટ થાય છે, રાગથી નહિ. રાગપણે પરિણમવું એ કાંઈ ધર્મ નથી. જ્ઞાનીને રાગ આવે પણ તે રાગનો કર્તા થતો નથી, જ્ઞાતા- દ્રષ્ટા જ રહે છે. આવી સૂક્ષ્મ વાત છે.
‘એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી’ -એવાં અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-
‘कर्तृत्ववत्’ કર્તાપણાની જેમ ‘भोक्तृत्वं अस्य चितःस्वभावः स्मृतः न’ ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિત્સ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી.
અહા! શુભાશુભ રાગનું કર્તાપણું જેમ ચિત્સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી તેમ શુભાશુભ રાગનું ભોક્તાપણું પણ જીવનો સ્વભાવ ભગવાન ગણધરદેવે કહ્યો નથી. આ વિષયભોગમાં કે ભગવાનનાં દર્શન આદિ કરતાં જે હરખનો ભાવ થાય તેનો ભોક્તા જ્ઞાની થતો નથી. કેમ? કેમકે ઈન્દ્રિયના વિષય કે હરખના રાગનું, કલ્પનાના સુખનું ભોગવવું તે આત્માનો સ્વભાવ નથી. રાગને કરે કે ભોગવે એવો આત્માનો કોઈ સ્વભાવ વા ગુણ-શક્તિ નથી.
જુઓ, સમકિતી ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. રોજ તે નવી નવી રાણીઓ પરણે છે. તેને તત્વિષયક રાગ પણ તે કાળે થતો હોય છે. તોપણ તે રાગના ભોક્તાપણાનું જે વેદન છે તે હું નહિ એમ તે માને છે. શું કીધું? અહા આ જેટલું નિરાકુલ આનંદનું વેદન છે તે મારી ચીજ છે, પણ રાગનું ભોગવવું તે મારું સ્વરૂપ નથી એમ ધર્મી માને છે. હવે અજ્ઞાનીને આ કેમ બેસે? પરંતુ ભાઈ! આત્મા જેમ રાગનો કર્તા ન થાય તેમ રાગનો ભોક્તાય ન થાય એવો જ એનો સ્વભાવ છે. અને સ્વભાવમાં રત એવા જ્ઞાનીને વિષયોમાં-રાગાદિમાં સુખબુદ્ધિ હોતી જ નથી તેથી તે ભોક્તા થતો નથી. લ્યો, આવી ઝીણી વાત! હવે કહે છે-
‘अज्ञानात् एव अयं भोक्ता’ અજ્ઞાનથી જ તે ભોક્તા છે, ‘तद्–अभावात् अवेदकः’ અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે.
રાગ અને જ્ઞાનનું જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાનથી જ જીવ ભોક્તા છે. જ્યારે રાગ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે ત્યારે તે રાગ અને હરખ-