Pravachan Ratnakar (Gujarati). Kalash: 197.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3082 of 4199

 

સમયસાર ગાથા ૩૧૪-૩૧પ] [૬૩

(शार्दूलविक्रीडित)
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः।
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।
१९७।।
શ્લોકાર્થઃ– [अज्ञानी प्रकृति–स्वभाव–निरतः नित्यं वेदकः भवेत्] અજ્ઞાની

પ્રકૃતિસ્વભાવમાં લીન-રક્ત હોવાથી (-તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી-) સદા વેદક છે, [तु] અને [ज्ञानी प्रकृति–स्वभाव–विरतः जातुचित् वेदकः नो] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો-વિરક્ત હોવાથી (-તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી-) કદાપિ વેદક નથી. [इति एवं नियमं निरूप्य] આવો નિયમ બરાબર વિચારીને-નક્કી કરીને [निपुणैः अज्ञानिता त्यज्यताम्] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [शुद्ध– एक–आत्ममये महसि] શુદ્ધ-એક-આત્મામય તેજમાં [अचलितैः] નિશ્ચળ થઈને [ज्ञानिता आसेव्यताम्] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.

*
સમયસાર ગાથા ૩૧૬ઃ મથાળું
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
* ગાથા ૩૧૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’ પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ ‘આ હું છું’ એમ અનુભવતો થકો) કર્મફળને વેદે છે- ભોગવે છે;...’

આત્મા ચિદાનંદઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. અહાહા...! જ્ઞાનાનંદરસનો સમુદ્ર પ્રભુ આત્મા છે. આવા પોતાના ધ્રુવ સ્વરૂપને નહિ ઓળખવાથી તેને અનાદિથી સ્વરૂપનું અજ્ઞાન છે. તેથી અજ્ઞાનવશ રાગ તે હું છું એમ માનતો થકો તે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયો છે. ભાઈ! આ પુણ્ય-પાપનાં જે ભાવ થાય છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. અહા! પ્રકૃતિના સ્વભાવમાં ઊભેલો તે પ્રકૃતિના સ્વભાવને ‘હું’ પણે અનુભવતો થકો કર્મફળને વેદે છે-ભોગવે છે.

અરે ભાઈ! ચોરાસી લાખના અવતારનો ઘોરાતિઘોર દુઃખોથી ભરેલો આ