गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होंति।। ३१७।।
गुडदुग्धमपि पिबन्तो न पन्नगा निर्विषा भवन्ति।। ३१७।।
હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે-એમ કહે છે)ઃ-
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭
ગાથાર્થઃ– [सुष्ठु] સારી રીતે [शास्त्राणि] શાસ્ત્રો [अधीत्य अपि] ભણીને પણ [अभव्यः] અભવ્ય [प्रकृतिम्] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [न मुञ्चति] છોડતો નથી, [गुडदुग्धम्] જેમ સાકરવાળું દૂધ [पिबन्तः अपि] પીતાં છતાં [पन्नगाः] સર્પો [निर्विषाः] નિર્વિષ [न भवन्ति] થતા નથી.
ટીકાઃ– જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).
ભાવાર્થઃ– આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ