૭૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯
जानाति केवलमयं किल तत्स्वभावम्।
जानन्परं करणवेदनयोरभावा–
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।। १९८।।
જ વેદતો નથી, [तत्स्वभावम् अयं किल केवलम् जानाति] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [परं जानन्] એમ કેવળ જાણતો થકો [करण–वेदनयोः अभावात्] કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના-) અભાવને લીધે [शुद्ध–स्वभावनियतः सः हि मुक्तः एव] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.
‘જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થાય છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (-જ્ઞાન હોય ત્યારે-) પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી.’
‘જ્ઞાની તો....’ અહાહા...! જ્ઞાની નામ ધર્મી એને કહીએ જેને પોતાના શુદ્ધ એક જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ થઈ છે. અહાહા...! પૂર્ણાનંદનો નાથ પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ પોતે આત્મા છે તેનો પોતાની દશામાં જેને સ્વીકાર થયો છે તે જ્ઞાની છે. અહીં કહે છે-જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવને લીધે પરથી અત્યંત વિરક્ત છે. ભાઈ! આ પુણ્ય-પાપ કે હરખ-શોક ઇત્યાદિ જે પરિણામ થાય એનાથી જ્ઞાની અત્યંત