महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ।। ३१८।।
मधुरं कटुकं बहुविधमवेदकस्तेन स भवति।। ३१८।।
–કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮.
[मधुरम् कटुकम्] મીઠા-કડવા [बहुविधम्] બહુવિધ [कर्मफलम्] કર્મફળને [विजानाति] જાણે છે [तेन] તેથી [सः] તે [अवेदकः भवति] અવેદક છે.
એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (-જ્ઞાન હોય ત્યારે-) પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.
પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તે-સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.