જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
અગ્નિરૂપ વસ્તુને, સંધુક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તરઃ ‘दिट्ठी खयं पि णाणं’ – તેનું વ્યાખ્યાનઃ- માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ) શું કરે છે? [जाणदि य बंधमोक्खं] જાણે છે. કોને? બંધ- મોક્ષને. માત્ર બંધ-મોક્ષને નહિ, [कम्मुदयं णिज्जरं चेव] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે”
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોક્તૃત્વથી તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા ‘શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે’ એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોક્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ-ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારનીશુદ્ધાત્માનુભૂતિલક્ષણ ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છેઃ- ઔપશમિકાદિ પાંચ ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાય-