૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ રૂપ છે અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયદ્વય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે.
ત્યાં, પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિકભાવ’ એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાયપરિણતિ રહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધપારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે. પ્રશ્નઃ- ‘અશુદ્ધ’ કેમ? ઉત્તરઃ- સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વયનો અભાવ હોવાથી.
તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક ‘દેશઘાતી’ અને ‘સર્વઘાતી’ એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન- અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી ‘ઔપશમિક’ , ‘ક્ષાયોપશમિક’ તથા ‘ક્ષાયિક’ એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.
તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? ભાવનારૂપ હોવાથી. શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જો (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય) નો વિનાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે.)
માટે આમ ઠર્યુંઃ- શુદ્ધપારિણામિકભાવવિષયક (શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાન-કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ (અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે ‘निष्क्रियः शुद्धपारिणामिकः’ અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? (શુદ્ધપારિણામિક ભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિપરિણતિ, તે-રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે