સમયસાર ગાથા ૩૨૦ ] [ ૯૧ ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે ‘ण वि उपज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थे जोइया जिणवर एउ भणेइ।।’ (અર્થાત્ હે યોગી! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ-મોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.)
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છેઃ- વિવક્ષિત-એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી જો કે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ‘જે સકલનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિકપ- રમભાવલક્ષણનિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું’ , પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું.’ -આમ ભાવાર્થ છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના તેમ જ નયદ્વયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે. (-નિર્બાધ છે) એમ વિવેકીઓએ જાણવું.
એ જ અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષપણે દ્રઢ કરે છેઃ-
“[दिट्ठी सयं पि णाणं अकारयं अवेदयं चेव] જેવી રીતે નેત્ર- કર્તા, દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધુક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તરः [दिट्ठी खयं पि णाणं] -તેનું વ્યાખ્યાનઃ માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ) શું કરે છે? [जाणदि य–बंध–मोक्खं] – જાણે છે. કોને? બંધ- મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહિ, [कम्मुदयं णिज्जरं चेव] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”