સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૨૩ શુભરાગ છે. અહીં શુભ છોડીને અશુભ કરો એ વાત નથી. ધર્મીને વિશેષે શુભભાવ આવે છે, પણ તે ધર્મ વા ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો જે સ્વદ્રવ્યના- નિજપરમાત્મદ્રવ્યના આશ્રયે પરિણમવું છે તે છે. અરે ભાઈ! તું એકવાર તેને (સ્વ- દ્રવ્યને) જોવાની ભાવના તો કર!
જુઓ, એક રાજવીનાં રાણી ઓઝલમાં રહેતાં. એક વખતે રાણીસાહેબા ઓઝલમાંથી બહાર નીકળ્યાં તો તેને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડયાં. એમ, અહીં કહે છે, આ ભગવાન આત્મા અનાદિકાળથી રાગ અને પર્યાયબુદ્ધિના ઓઝલમાં પડયો છે. એને જોવા માટે એક વાર અંતર્મુખ થઈ પ્રયત્ન તો કર. ભાઈ! તારા સંસારના-દુઃખના નાશનો આ એક જ ઉપાય છે.
ઓહો! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા પરમાત્મસ્વરૂપે અંદર પ્રગટ મોજુદ છે. તેને ભૂલીને અરે! તું બહારથી સુખ મેળવવા ઝાવાં નાખે છે! અહીંથી સુખ લઉં કે ત્યાંથી સુખ લઉં, રાજપદમાંથી સુખ લઉં કે દેવપદમાંથી સુખ લઉં-એમ તું ઝાવાં નાખે છે, પણ સુખનિધાન તો તું પોતે જ છો ને પ્રભુ! માટે આવા ભિખારીવેડાં-રાંકાઈ છોડી દે, અને અંદર તારા પરમાત્મદ્રવ્યને જો, તેથી સહજશુદ્ધ ચિદાનંદમય પરમાત્મદ્રવ્યની પ્રતીતિ થઈને નિરાકુળ સુખની પ્રાપ્તિ થશે.
અહીં, કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે એમ કહ્યું એમાં એકલો કાળ વા અન્યરૂપ કાળ ન લેવો, પણ પાંચે સમવાય એકસાથે જ છે એમ યથાર્થ સમજવું. અહા! મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે-
૧. ચિદાનંદઘનસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તે સ્વભાવ થયો, ૨. ચિદાનંદઘનસ્વભાવની દ્રષ્ટિ થઈ તે સ્વભાવ તરફનો પુરુષાર્થ થયો, ૩. તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું જ્ઞાન થયું તે કાળલબ્ધિ થઈ, ૪. આ જે (નિર્મળ) ભાવ તે કાળે થયો તે થવાનો હતો તે જ થયો તે
પ. ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું. આ પ્રમાણે પાંચે સમવાય એક સાથે હોય છે એમ જાણવું. વસ્તુતઃ જેને જે પર્યાય થવાની હોય તેને તે કાળે તે જ પર્યાય થાય છે. સમ્યગ્દર્શનની પર્યાય પણ નિજ જન્મક્ષણે ઉત્પન્ન થાય છે. તે પર્યાયની ઉત્પત્તિનો તે નિયત કાળ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં પર્યાયની ઉત્પન્ન થવાની તેની જન્મક્ષણ હોવાની વાત આવે છે. લ્યો, આવી બહુ ઝીણી વાત ભાઈ! આ તો સર્વજ્ઞ