૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પરમેશ્વરના ઘરની વાતો બાપા! અરે! લોકોને આવું સાંભળવાય મળ્યું ન હોય ને એમ ને એમ નપુંસકની જેમ જિંદગી ચાલી જાય. શું થાય?
આ કરોડપતિ ને અબજોપતિ બધા મોટા નપુંસક છે. શું કીધું? અમે આ કરીએ ને અમે તે કરીએ-એમ રાગ અને પુણ્ય-પાપના વિકારને રચવામાં જેણે વીર્ય રોક્યું છે. પરમાત્મા કહે છે, એ બધા મહા નપુંસક છે. જુઓ, પરપદાર્થની રચના તો કોઈ કરી શકતું નથી કેમકે જગતના પદાર્થો સર્વ સ્વતંત્ર છે. પરંતુ જે વીર્ય પુણ્ય-પાપને રચે, શુભાશુભ રાગને રચે તે નપુંસક વીર્ય છે. કેમ? કેમકે તેને ધર્મની પ્રજા પાકતી નથી. જેમ નપુંસકને પ્રજા ન થાય તેમ શુભાશુભભાવની રચનાની રુચિમાં પડયો છે તેને ધર્મની પ્રજાની ઉત્પત્તિ થતી નથી. હવે આવી વાત દુનિયાને મળી નથી. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી પરમ સત્ય વાત છે.
કહે છે-વિભાવમાં જે વીર્ય રોકાતું હતું તે જ્યારે સ્વભાવસન્મુખ થયું ત્યારે તેને ભવ્યશક્તિની વ્યક્તિ થાય છે. આ લીંડીપીપર આવે છે ને? પીપર-પીપર, તે રંગે કાળી અને કદમાં નાની હોય છે પણ તેમાં ૬૪ પહોરી અર્થાત્ પૂરણ સોળઆની તીખાશ અંદર શક્તિરૂપે ભરી છે. તેને ઘૂંટવાથી તેમાંથી ૬૪ પહોરી તીખાશ બહાર પ્રગટ થાય છે. ભાઈ! આ તો અંદર શક્તિ છે તે પ્રગટ થાય છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. લાકડા કે કોલસાને ઘૂંટો તો તેમાંથી તીખાશ પ્રગટ નહિ થાય, તેમાં તીખાશ ભરી નથી તો ક્યાંથી પ્રગટ થાય? તેમ ભગવાન આત્મા અંદર ૬૪ પહોર અર્થાત્ સોળઆની પૂરણ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલું સત્ત્વ છે. તે સ્વભાવની સન્મુખ થઈને પરિણમતાં શક્તિની નિર્મળ વ્યક્તિ થાય છે. અંદર શક્તિ તો વિદ્યમાન છે જ, તે શક્તિની સન્મુખ થઈ, તેનો સ્વીકાર, સત્કાર અને આદર જ્યાં કર્યો કે તત્કાલ તે પર્યાયમાં વ્યક્તરૂપે પ્રગટ થાય છે. આનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે.
અહાહા...! કહે છે- ‘ત્યાં જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવ લક્ષણ નિજ-પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી “ઔપશમિક”, “ ક્ષાયોપશમિક” તથા “ક્ષાયિક” એવા ભાવત્રય કહેવાય છે અને અધ્યાત્મભાવથી “ શુદ્ધાત્માભિમુખ પરિણામ”, “શુદ્ધોપયોગ” ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.’
જુઓ, સ્વભાવવાન વસ્તુ છે તે લક્ષ્ય છે અને શુદ્ધ સ્વભાવભાવ તે લક્ષણ છે, આત્મા એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ સહજ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. ખૂબ સૂક્ષ્મ વસ્તુ પ્રભુ! એને જાણ્યા વિના અવતાર કરી કરીને અનંતકાળ એ આથડી મર્યો છે. અરે! અનંતવાર એણે જૈન સાધુપણું લીધું, મહાવ્રત પાળ્યાં,