સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૨પ દયા પાળી, બાયડી-છોકરાં, દુકાન-ધંધા છોડયા પણ ભ્રાંતિ ન છોડી, આત્મજ્ઞાન ન કર્યું. રાગ અને અલ્પદશા તે હું નહિ, હું તો પૂરણ વીતરાગ-સર્વજ્ઞસ્વભાવી સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છું એમ અંતર્મુખ દ્રષ્ટિ ન કરી.
અહાહા...! વસ્તુ આત્મા સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે, બાપુ! આ તો ઝેર ઉતારવાના મંત્રો છે. જેમ સર્પ કરડે અને ઝેર ચઢે તો તે મંત્રદ્વારા ઉતરી જાય તેમ રાગની એકત્વબુદ્ધિનાં એને અનાદિથી ઝેર ચઢેલાં છે તે ઉતારવાના આ મંત્રો છે. આ પુણ્યભાવ અને પુણ્યનાં ફળ જે ધૂળ (પૈસા આદિ) મળે તે મારાં એવી માન્યતા એ ભ્રાંતિ-મિથ્યાત્વનું ઝેર છે. અહા! તે મિથ્યાત્વના ઝેરે તેના સહજશુદ્ધસ્વભાવનો ઘાત કર્યો છે.
તો શું કર્મોએ ઘાત કર્યો છે એમ નહિ? ઉત્તરઃ– ના કર્મોએ ઘાત કર્યોનથી. પૂજામાં આવે છે ને કે-
ભાઈ! કર્મનાં રજકણ તો જડ બીજી ચીજ છે, એ તો આત્માને અડતાંય નથી ત્યાં એ શું ઘાત કરે? પોતાના સ્વભાવની વિપરીત માન્યતા તે સ્વભાવનો ઘાત કરનારી ચીજ છે અને તેને મિથ્યાત્વ કહે છે. લ્યો, હવે આવી વાત સમજવા રોકાય નહિ ને વખત રળવા-કમાવામાં ગુમાવી દે. પણ એમાં શું છે? પુણ્યોદય હોય તો કરોડો કમાય પણ એ તો ધૂળની ધૂળ છે. સમજાણું કાંઈ... ...?
ભાઈ! આ તો તારું સત્યાર્થ સ્વરૂપ શું છે તે આચાર્યદેવ બતાવે છે. આ શક્કરિયાનો દાખલો ઘણીવાર આપીએ છીએ ને? જેમ શક્કરકંદ, તેના ઉપર ઝીણી લાલ છાલ છે તેને નજરમાં ન લ્યો તો, અંદર એકલી સાકરની મીઠાશનો પિંડ છે. સાકરની મીઠાશનો પિંડ છે એટલે તો એને શક્કરકંદ કહેવામાં આવે છે. અહાહા...! તે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, ઉપર પર્યાયમાં શુભાશુભભાવરૂપ જે લાલ છાલ છે તેને લક્ષમાં ન લ્યો તો, અંદર એકલા જ્ઞાનાનંદરૂપ અમૃતરસનો પિંડ છે. અહાહા...! શુભાશુભભાવની છાલ પાછળ અંદર ભગવાન! તું એકલા જ્ઞાનાનંદરસનો દરિયો ભર્યો છો. અહા! આવું પૂરણ પરમાત્મસ્વરૂપ એને કેમ બેસે? ભાઈ! આ ભગવાન જે પર્યાયમાં પરમાત્મા થઈ ગયા એની વાત નથી હોં; આ તો અંદર સ્વભાવરૂપ નિજપરમાત્મદ્રવ્યની વાત છે. તીર્થંકરાદિ પર પરમાત્માનું લક્ષ કરીશ તો તો તને રાગ જ થશે. ‘परदव्वादो दुग्गइ’ એવું શાસ્ત્રવચન છે. પરદ્રવ્ય પ્રત્યે લક્ષ જાય એ દુર્ગતિ છે ભાઈ!
ત્યારે કેટલાક વાંધો ઉઠાવે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય છે.