Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3163 of 4199

 

૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ એવું વસ્તુસ્વરૂપ નથી. વળી પર્યાય ન માનતાં વસ્તુને એકાંતે નિત્ય-કૂટસ્થ માને તો પર્યાયરૂપ પલટના વિના નવું કાર્ય બની શકે જ નહિ, અને તો તેના સંસારનો અભાવ ન થાય. આ પ્રમાણે વસ્તુમાં દ્રવ્ય-પર્યાય-એમ બન્ને અંશો એકી સાથે રહેલા છે અને તે બન્નેમાં કથંચિત્ ભિન્નપણું છે એવો સ્યાદ્વાદ મત છે. સમજાણું કાંઈ..?

અહીં કહે છે-મોક્ષમાર્ગની જે પર્યાય છે તે ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જુઓ, પર ચીજ તો આત્માથી સર્વથા જુદી છે. આ શરીર, મન, વચન ઇત્યાદિ આત્માથી સર્વથા જુદાં છે, કર્મ પણ આત્માથી સર્વથા જુદાં છે. અહીં કહે છે- પોતામાં જે દ્રવ્ય- પર્યાયના અંશો છે તેઓ પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અહો! આ તો ભેદજ્ઞાનની ચરમ સીમારૂપ સર્વોત્કૃષ્ટ વાત છે. જેના અંતરમાં બેસી તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.

હવે કહે છે-“માટે આમ ઠર્યુંઃ- શુદ્ધપારિણામિકભાવવિષયક (શુદ્ધ પારિણામિક- ભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાન-કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધ-પારિણામિક નહિ (અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી)”

ઓહો! વસ્તુ-ભગવાન આત્મા નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે છે; તેને શુદ્ધપારિણામિકભાવ, કહે છે. તે પારિણામિકભાવ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી. ઝીણી વાત છે પ્રભુ! તેને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહારનય છે. બાકી મોક્ષની પર્યાય જે પ્રગટે છે તેનું શુદ્ધ દ્રવ્ય વાસ્તવમાં કારણ નથી. અહા! જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે તેમ પર્યાય પણ સહજ સત્ છે; આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગ પરિણામ હો કે વીતરાગ પરિણામ હો, તે પરિણામ તે તે કાળે સહજ સત્ છે. હવે જ્યાં આમ છે ત્યાં વ્યવહારથી-રાગથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી?

વ્યવહારરત્નત્રય કરતાં કરતાં મોક્ષ થશે એવી વાતો અત્યારે ચાલે છે પણ તે યથાર્થ નથી. દયા કરો, વ્રત કરો, દાન, ભક્તિ, પૂજા કરો ઇત્યાદિ પ્રરૂપણા અત્યારે ચાલે છે, પણ ભગવાન! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ ઉદયભાવ છે, બંધનું કારણ છે; તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. અત્યારે આ બધો મોટો ગોટો ઉઠયો છે. પણ બાપુ! પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા શાંતભાવ-આનંદભાવપણે અંતરમાં બિરાજે છે તેના લક્ષે પરિણમતાં સ્વતંત્રપણે જ પોતાના ષટ્કારકરૂપ પરિણમન વડે નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય છે. અહા! તે પર્યાયને વ્યવહારરત્નત્રયની-રાગની અપેક્ષા નથી. વ્યવહારની અપેક્ષા વિના જ નિરપેક્ષપણે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય પોતાના ષટ્કારકપણે પરિણમતી પ્રગટ થાય છે. આવી