Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3183 of 4199

 

૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ દ્રવ્યની પર્યાય પ્રગટ થવાની જન્મક્ષણ છે. પર્યાયની ઉત્પત્તિનો સ્વકાળ છે, ને તે જ કાળે તે ઉત્પન્ન થાય છે. આ વાત પ્રવચનસારમાં આવે છે. ત્યાં પહેલા અધિકારમાં જ્ઞાનતત્ત્વનું નિરૂપણ છે; બીજો જ્ઞેય અધિકાર છે. છએ દ્રવ્યો જ્ઞેય છે. તેનું સ્વરૂપ કેવું છે-એની એમાં વાત છે. ત્યાં ગાથા ૧૦૨માં દ્રવ્યમાં પર્યાયની જન્મક્ષણ હોવાની વાત છે. એટલે શું? જે સમયે જે પર્યાય દ્રવ્યમાં થવાની હોય તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે, તે પર્યાય કાંઈ આડી-અવળી ન થાય, તેમ બીજાને લઈને પણ તે ન થાય. પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ પોતાના અવસરે જ પ્રગટ થાય છે. ત્યાં ૯૯ મી ગાથામાં છે કે-જે સમયે જે પર્યાય થવાની હોય તે તેના સ્વ-અવસરે પ્રગટ થાય છે, આડાઅવળા અવસરે ન થાય. આ મૂળ વાત છે. દ્રવ્યમાં સમસ્ત પર્યાયો ક્રમબદ્ધ જ પોતપોતાના અવસરે પ્રગટ થાય છે.

હવે આમાં લોકો વાંધા કાઢે છે. એમ કે પર્યાયો ક્રમબદ્ધ જ હોય તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો?

ભાઈ! તું જરા ધીરો થઈને સાંભળ. જીવ જ્યારે સ્વભાવસન્મુખ થઈને સ્વાનુભવ પ્રગટ કરે છે ત્યારે જ તેને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે અને એ જ પુરુષાર્થ છે. બાકી અજ્ઞાનીને પુરુષાર્થ છે જ ક્યાં? ક્રમબદ્ધ નો નિર્ણય કહો કે સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કહો-એક જ વાત છે. (ક્રમબદ્ધના નિર્ણયવાળાને પુરુષાર્થનો અભાવ કદી હોતો નથી, અને પુરુષાર્થનો અભાવ છે તેને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોતો નથી). અહીં આ કહે છે કે- જે પુરુષાર્થની પર્યાયથી કેવળ જ્ઞાન ઉપજ્યું તે પર્યાયમાં ભગવાન ધ્રુવસ્વભાવ આવતો નથી. લ્યો, આવું બધું ઝીણું છે.

વળી પરમાર્થે જીવ બંધ-મોક્ષને પણ કરતો નથી. એવું કોણ કહે છે? તો કહે છે ‘जिणवर एउ भणेइ’ -ભગવાન જિનેશ્વરદેવ જેમણે એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં ત્રણકાળ-ત્રણલોક જોયા તે સર્વજ્ઞ પરમાત્મા આમ કહે છે.

જુઓ, ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા એમ કહેવું એ પણ વ્યવહાર છે. કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય એમ કહેવું તે વ્યવહાર છે, કેમકે જ્ઞાનની પર્યાયને જાણતાં તેમાં લોકાલોક જણાઈ જાય છે, તેને જોવા જવું પડતું નથી; વા કેવળજ્ઞાન તેમાં (લોકાલોકમાં) તન્મય થઈ જાણતું નથી.

અહીં કહે છે-અનંતા સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે જે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ પરમાત્મદ્રવ્ય છે તે બંધ-મોક્ષના પરિણામને અને બંધ-મોક્ષના કારણને કરતો નથી. કેમકે એ તો ત્રિકાળ સદ્રશ એકરૂપ ભાવ છે જ્યારે બંધ-મોક્ષના પરિણામ વિસદ્રશ છે, ભાવ-અભાવરૂપ છે. ઉત્પાદ તે ભાવ ને વ્યય તે અભાવ છે, પણ