૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २००।।
[यदि लोकश्रमणानाम्] તો લોક અને શ્રમણોનો [एकः सिद्धान्तः] એક સિદ્ધાંત થાય છે, [विशेषः] કાંઈ ફેર [न द्रश्यते] દેખાતો નથી; (કારણ કે) [लोकस्य] લોકના મતમાં [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે અને [श्रमणानाम् अपि] શ્રમણોના મતમાં પણ [आत्मा] આત્મા [करोति] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [एवं] એ રીતે, [सदेवमनुजासुरान् लोकान्] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [नित्यं कुर्वतां] સદાય કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [लोकश्रमणानां द्वयेषाम् अपि] તે લોક તેમ જ શ્રમણ-બન્નેનો [कः अपि मोक्षः] કોઈ મોક્ષ [न द्रश्यते] દેખાતો નથી.
લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’ -એમ શ્લોકમાં કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परद्रव्य–आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [कर्तृ–कर्मत्व–सम्बन्ध–अभावे] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [तत्कर्तृता कुतः] આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? _________________________________________________________________ * અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત