Pravachan Ratnakar (Gujarati). Gatha: 321-323.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3212 of 4199

 

ગાથા ૩૨૧ થી ૩૨૩
लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते।
समणाणं पि य अप्पा जदि कुव्वदि छव्विहे काऐ।। ३२१।।
लोयसमणाणमेयं सिद्धंतं जइ ण दीसदि विसेसो।
लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि।। ३२२।।
एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि।
णिच्चं
कुव्वंताणं सदेवमणुयासुरे लोए।। ३२३।।
लोकस्य करोति विष्णुः सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्।
श्रमणानामपि चात्मा यदि करोति षङ्विधान् कायान्।। ३२१।।
लोकश्रमणानामेकः सिद्धान्तो यदि न द्रश्यते विशेषः।
लोकस्य करोति विष्णुः श्रमणानामप्यात्मा करोति।।
३२२।।
एवं न कोऽपि मोक्षो द्रश्यते लोकश्रमणानां द्वयेपामपि।
नित्यं
कुर्वतां सदेवमनुजासुरान् लोकान्।। ३२३।।
હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-
જ્યમ લોક માને ‘દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે,’
ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને,’ ૩૨૧.
તો લોક–મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨.
એ રીત લોક–મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
–જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્યે કરે. ૩૨૩.
ગાથાર્થઃ– [लोकस्य] લોકના (લૌકિક જનોના) મતમાં [सुरनारकतिर्यङ्मानुषान्

सत्त्वान्] દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય-પ્રાણીઓને [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે; [च] અને [यदि] જો [श्रमणानाम् अपि] શ્રમણોના (મુનિઓના) મન્તવ્યમાં પણ [षड्विधान् कायाम्] છ કાયના જીવોને [आत्मा] આત્મા [करोति] કરતો હોય