૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ દ્રષ્ટિ જ છે. કોઈપણ પરદ્રવ્યની ક્રિયા પ્રભુ! તું ન કરી શકે; આ વસ્તુસ્વરૂપ છે. પરદ્રવ્યની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી.
‘પરદ્રવ્યને અને આત્માને કાંઈપણ સંબંધ નથી, તોપછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે?’
આ કળશ બહુ ઊંચો છે ભાઈ! ભાષા સાદી છે, પણ ભાવ ખૂબ ગંભીર. કહે છે- ‘सर्वोऽपि संबंधः नास्ति’ કાંઈપણ સંબંધ નથી. તું તારામાં ને એ એનામાં. માટે તું પરનું કાંઈ કરી શકે નહિ. આ આંખની પાંપણ હલે તે આત્માનું કાર્ય અને આત્મા તેનો કર્તા એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા પર પ્રભાવ પડે એમ છે નહિ.
હા, પણ વાઘ અને નાગ શાંત થઈને એક સાથે ભગવાનની વાણી સાંભળવા આવે તે અતિશય છે કે નહિ?
બાપુ! એ તો ઉપચારથી કહેવાય; બાકી અતિશય છે માટે શાંત થઈ જાય છે એમ નથી. પોતાની તે કાળે તે પર્યાય થવાની યોગ્યતા છે તો તે થાય છે અને ત્યારે ભગવાન નિમિત્ત છે બસ. ભાઈ! તે પર્યાયની તે જન્મક્ષણ છે, બાકી ભગવાને એમાં કાંઈ કર્યું છે એમ છે નહિ. આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ત્રણકાળમાં છે નહિ; આ સિદ્ધાંત છે.