Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3216 of 4199

 

સમયસાર ગાથા ૩૨૧ થી ૩૨૩ ] [ ૧૯૭

એક દ્રવ્ય બીજાને (પરિણમન કાળે) નિમિત્ત હો, પણ નિમિત્ત કાંઈ કરી દે છે એમ નથી. સ્વદ્રવ્યનાં અને પરદ્રવ્યનાં ચતુષ્ટય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ભિન્ન ભિન્ન છે. ચતુષ્ટયમાં પર્યાય પણ આવી ગઈ. ભાઈ! પ્રત્યેક દ્રવ્યની પર્યાય એનાથી છે, પરદ્રવ્યને લઈને તે પર્યાય થાય એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા ઉપર પ્રભાવ પડે એમ કેટલાક કહે છે, પણ એ બરાબર નથી. ભાઈ! પ્રભાવ એ શું ચીજ છે? દ્રવ્ય-ગુણ- પર્યાયને છોડીને જગતમાં કોઈ વસ્તુ નથી; અને એક દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ-પર્યાય બીજામાં પ્રવેશી જાય એમ તો છે નહિ. માટે કોઈનો કોઈના ઉપર પ્રભાવ પડે છે એમ માનવું બરાબર નથી.

અહીં કહે છે-પરદ્રવ્ય અને આત્મતત્ત્વને કાંઈપણ સંબંધ નથી. ભાઈ! એક તત્ત્વને બીજાં અનંત તત્ત્વ છે એની સાથે કાંઈ સંબંધ નથી, સ્ત્રીને પુરુષ સાથે કાંઈ સંબંધ નથી. જડ કર્મ એકક્ષેત્રાવગાહે છે તેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી.

હા, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને? હા, છે; પણ નિમિત્તની પર્યાયને સ્વદ્રવ્યની પર્યાય સાથે સંબંધ શું છે? નિમિત્ત તો પરવસ્તુ છે. નિમિત્ત પોતાના દ્રવ્ય-પર્યાયમાં નિમિત્તપણે ઊભું છે અને ભગવાન આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયમાં ઊભો છે. કોઈ કોઈમાં પ્રવેશે એમ તો છે નહિ. તો નિમિત્ત સ્વદ્રવ્યનું કરે શું? વાસ્તવમાં સ્વદ્રવ્ય-પરદ્રવ્યને પરસ્પર કોઈ સંબંધ છે જ નહિ. એક ચૈતન્યતત્ત્વને બીજા ચૈતન્યતત્ત્વ સાથે કે બીજા જડ પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી; કેમકે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો ત્રિકાળ અભાવ છે; એ પણ પરને લઈને છે એમ નથી પણ પરના અભાવરૂપ પોતાનો જ સ્વભાવ છે. આ પ્રમાણે પરદ્રવ્યને આત્મદ્રવ્ય સાથે કાંઈપણ સંબંધ નથી. હવે કહે છે-

‘कर्तृ–कर्मत्व–संबंध–अभावे’ એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, ‘तत्कर्तृता कुतः’ આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?

જુઓ, આ પ્રમાણે સ્વદ્રવ્ય-પરદ્રવ્યને કર્તાકર્મસંબંધ નથી તો પછી આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કેમ હોય? નિશ્ચયથી તે પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનોય કર્તા નથી; અને એથી વિશેષ કહીએ તો ગાથા ૩૨૦ માં આવી ગયું કે દ્રવ્ય ત્રિકાળી જે નિત્યાનંદ પ્રભુ છે તે એની નિર્મળ પર્યાયને-નિર્જરા ને મોક્ષનેય-કરતું નથી. એ તો તે તે પર્યાય પોતાના સ્વકાળે પોતાથી સ્વયં પ્રગટ થાય છે. હવે આવી વાત સાંભળીને લોકોને ખળભળાટ થઈ જાય છે.

પણ ભાઈ! જગતનો કર્તા કોઈ ઈશ્વર છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે તેમ જૈન સાધુ થઈને છ કાયના જીવોની હું રક્ષા કરી શકું એમ માનનાર પણ મિથ્યા-