૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ इमम् स्वभावनियमं न कलयन्ति] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [ते वराकाः] તેઓ બિચારા, [अज्ञानमग्नमहसः] જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [कर्म कुर्वन्ति] કર્મને કરે છે; [ततः एव हि] તેથી [भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [अन्यः न] અન્ય કોઈ નહિ.
અજ્ઞાની (-મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨.
હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે’ એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે”-ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ-
‘અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી.’
જુઓ, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુથી અજાણ એવા અજ્ઞાનીઓ વ્યવહાર વિમૂઢ હોય છે. તેઓ સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-દોલત, શરીર આદિ પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ માને છે, વ્યવહારથી કહેવાય છે ને? તો અજ્ઞાની એને નિશ્ચય માની ‘પરદ્રવ્ય મારું છે’ એમ માને છે. એને સ્વદ્રવ્ય-પરદ્રવ્ય, સ્વસત્તા-પરસત્તા સંબંધી કોઈ સુધ-બુધ નથી.
પરંતુ જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ છે. શું કહ્યું? નિશ્ચય જે પોતાનું એક શુદ્ધ ચૈતન્યતત્ત્વ ચિદાનંદમય વસ્તુ તેના જાણનારા એવા જ્ઞાનીઓ છે. અહાહા....! હું તો એક ઉપયોગરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છું એમ જ્ઞાની જાણે છે. તે પરદ્રવ્યના એક કણમાત્રને- રજકણને કે રાગના કણને - ‘આ મારું છે’ એમ દેખતા નથી માનતા નથી.