Pravachan Ratnakar (Gujarati). Kalash: 201-202.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3220 of 4199

 

સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦૧

(वसन्ततिलका)
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः।
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। २०१।।
(वसन्ततिलका)
ये तु स्वभावनियमं कलयन्ति नेम–
मज्ञानमग्नमहसो बत ते वराकाः।
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म–
कर्ता स्वयं भवति चेतन एव नान्यः।। २०२।।

પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, ‘લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દ્રર્શનરહિતપણાને લીધે જ છે’ એમ સુનિશ્ચિતપણે જાણે છે.

ભાવાર્થઃ– જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન

હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[यतः] કારણ કે [इह] આ લોકમાં [एकस्य वस्तुनः अन्यतरेण

सार्ध सकलः अपि सम्बन्धः एव निषिद्धः] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [तत्] તેથી [वस्तुभेदे] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [कर्तृकर्मघटना अस्ति न] કર્તાકર્મઘટના હોતી નથી- [मुनयः च जनाः च] એમ મુનિજનો અને લૌકિક જનો [तत्त्वम् अकर्तृ पश्यन्तु] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે- એમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.

“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.” -આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) [बत] અરેરે! [ये तु