Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3226 of 4199

 

સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦૭ ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.....’ મતલબ કે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યને સ્પર્શતું નથી-આ મૂળ વાત છે. અહાહા....! સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે કે-અમે તારા કાંઈ નથી, તું અમારો કાંઈ નથી. અમે પરમેશ્વર અને તું અમારો ભક્ત-એમ છે નહિ; અમે તારા તારણહાર અને તું તરનારો એમ છે નહિ, કેમકે ભિન્ન દ્રવ્યોમાં કર્તૃકર્મઘટના હોતી નથી. હવે કહે છે-

ભિન્ન વસ્તુઓમાં કર્તાકર્મઘટના હોતી નથી- ‘मुनयः च जनाः च’ એમ મુનિજનો

અને લૌકિક જનો ‘तत्त्वम् अकतृ पश्यन्तु’ તત્ત્વને અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે-એમ શ્રદ્ધામાં લાવો).

આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક જ્ઞાનમાત્રવસ્તુ છે. તેને તું રાગનો અને પરનો અકર્તા દેખ-એમ અહીં કહે છે; કેમકે પરદ્રવ્ય પરનું અકર્તા જ છે. લ્યો, આ વાસ્તવિક શ્રદ્ધાન છે અને સમકિતીને આવું શ્રદ્ધાન હોય છે.

*

“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે”- આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૨૦૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

(આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) ‘बत’ અરેરે! ‘ये तु इमम् स्वभावनियमं न कलयन्ति’ જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી ‘ते वराकाः’ બિચારા, ‘अज्ञानमग्नमहसः’ જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, ‘कर्म कुर्वन्ति’ કર્મને કરે છે;......

જુઓ, આચાર્યદેવને પરમાત્મદશા પ્રગટ નથી; પ્રચુર આનંદની દશા પ્રગટી છે, પણ પરમ આનંદદશાની પ્રાપ્તિ થઈ નથી, તેથી જરી વચ્ચે કરુણાનો વિકલ્પ ઉઠયો છે તો ખેદપૂર્વક કહે છે કે- અરેરે! જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કર્મને કરે છે.

અહાહા....! પોતે અંદર પૂરણ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન છે. પરંતુ પોતાની સ્વરૂપસંપદાના સ્વભાવને જેઓ જાણતા નથી તેઓ ‘वराकाः’ એટલે બિચારા છે, રાંકા છે. અહા! લોકો જેમને શ્રીમંત-લક્ષ્મીવંત માને છે તેમને અહીં બિચારા-રાંકા કહ્યા છે. કેમ? કેમકે તેઓ પોતાની ચૈતન્યસંપદા ચૈતન્યલક્ષ્મીને જાણતા નથી, અનુભવતા નથી.