Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3225 of 4199

 

૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્તાપણું માને છે તે, લૌકિકજન હો કે મુનિજન હો, મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો કોઈ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.

*
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
* કળશ ૨૦૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘यतः’ કારણકે ‘इह’ આ લોકમાં ‘एकस्य वस्तुनः अन्यतरेण सार्धं सकलः अपि

सम्बन्धः एव निषिद्धः’ એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, ‘तत्’ તેથી ‘वस्तुभेदे’ જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં ‘कर्तृकर्मघटना अस्ति न’ કર્તાકર્મઘટના હોતી નથી-

જુઓ, આ લોકમાં અનંત જીવ, અનંતાઅનંત પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એકેક અને અસંખ્યાત કાલાણુઓ-એમ છ દ્રવ્યો છે. અહીં કહે છે-તે પ્રત્યેક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. એક વસ્તુ છે તે અન્યવસ્તુના અભાવસ્વભાવ જ છે. વાસ્તવમાં ભાઈ! પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે.

આ મારે આના વિના ન ચાલે એમ લોકો કહે છે ને? પૈસા વિના તો ચાલે જ નહિ એમ કહે છે ને? અહીં કહે છે-ભાઈ! તારે એના વિના જ અનંતકાળથી ચાલે છે; એક વસ્તુને બીજી અનંત વસ્તુઓના વિના જ ચાલે છે. જો એમ ન હોય તો અનંત વસ્તુઓ અનંતપણે રહે જ નહિ, બધી મળીને એક થઈ જાય. જો તારે પૈસા વિના ન ચાલે તો તું જડ પૈસામય થઈ જાય; પણ એમ છે નહિ.

તેથી, કહે છે, જ્યાં ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મઘટના હોતી નથી. શું કીધું એ? કે આત્મા કર્તા અને પરવસ્તુ એનું કાર્ય-એમ ભિન્ન વસ્તુઓમાં કર્તા-કર્મઘટના હોતી નથી. આ દેવ-ગુરુ આદિ કર્તા અને તારી (નિર્મળ) પર્યાય એનું કાર્ય એમ કર્તાકર્મઘટના હોતી નથી. ભાઈ! આ તો જૈન પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવેલો મૂળ સિદ્ધાંત છે.

જગતમાં અનંતા દ્રવ્યો છે. તેમાં કોઈ દ્રવ્ય કોઈ સમયે કાર્ય વિનાનું ખાલી હોતું જ નથી. કાર્ય કહો કે પર્યાય કહો-એક જ વાત છે. તેથી એના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણકાળમાં હોવું અસંભવ છે, આ ન્યાય છે, ન્યાય સમજાય છે કે નહિ?

ભગવાન તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી. એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે- ‘પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને