૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
तस्मात्पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिर्न पुनर्जीवः।। ३२९।।
तस्मात् द्वाभ्यां कुतं तत् द्वावपि मुञ्जाते तस्य फलम्।। ३३०।।
अथ न प्रकृतिर्न जीवः पुद्गलद्रव्यं करोति मिथ्यात्वम्।
तस्मात्पुद्गलद्रव्यं मिथ्यात्वं तत्तु न खलु मिथ्या।। ३३१।।
પ્રકૃતિ [आत्मानम्] આત્માને [मिथ्याद्रष्टिं] મિથ્યાદ્રષ્ટિ [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [ते] તારા મતમાં [अचेतना प्रकृतिः] અચેતન પ્રકૃતિ [ननु कारका प्राप्ता] (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)
[मिथ्यात्वम्] મિથ્યાત્વને [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिः] પુદ્ગલદ્રવ્ય મિથ્યાદ્રષ્ટિ ઠરે! - [न पुनः जीवः] જીવ નહિ!
[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [कुरुतः] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [द्वाभ्यां कृतं तत्] જે બન્ને વડે કરવામાં આવ્યું [तस्य फलम्] તેનું ફળ [द्वौ अपि मुञ्जाते] બન્ને ભોગવે!
[न प्रकृतिः करोति] નથી પ્રકૃતિ કરતી [न जीवः] કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्यात्वम्] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે! [तत् तु न खलु मिथ्या] તે શું ખરેખર મિથ્યા નથી?
(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.)
ટીકાઃ– જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ