સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૧પ વાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય-ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.
હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેનો કર્તા કોણ છે? ’-એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ-
‘જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે.’
‘જીવ જ, जीव एव’ -એમ શબ્દ છે. મતલબ કે મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા જીવ છે, બીજો કોઈ નથી. ભાઈ! વિકાર થાય છે તે પોતાની ભૂલથી થાય છે. પોતે પોતાને ભૂલી ગયો તે ભૂલ છે. આવે છે ને કે-“અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા”- અહાહા-! પોતે અંદર ચિદાનંદમય ભગવાન જ્ઞાયકસ્વરૂપ છે, તેને ભૂલીને પોતે જ પોતાના ષટ્કારકથી પર્યાયમાં મિથ્યાત્વાદિ વિકારી ભાવને કરે છે.
પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ-મઝા છે એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વભાવ છે. તેને, કહે છે, જીવ એકલો પોતે કરે છે. ‘જીવ જ’ એમ શબ્દ છે ને? મતલબ કે બીજો કોઈ તેનો કર્તા નથી. જુઓ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવ છે, અને હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગની વાસના ઇત્યાદિ અશુભભાવ છે. બન્ને વિકારભાવ છે; તેમાં ઠીકપણાની કલ્પના કરવી તે મિથ્યાત્વભાવ છે, અને તેનો કર્તા જીવ જ છે. ‘આદિ’ શબ્દથી રાગ-દ્વેષાદિ પુણ્ય-પાપના ભાવોનો જીવ પોતે જ કર્તા છે, બીજો કોઈ (કર્મપ્રકૃતિ) તેનો કર્તા નથી. હવે તેને કારણ આપી સમજાવે છેઃ-
વિકારી ભાવકર્મનો કર્તા જીવ જ છે કારણ કે જો તે ભાવકર્મ અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તે ભાવકર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. જુઓ, શું કહે છે? કે જો ભાવકર્મ-વિકારના ભાવ અચેતન પ્રકૃતિ કરે તો તે ભાવકર્મ અચેતન-જડ થઈ જાય. પણ વિકારી પરિણામ કાંઈ અચેતન નથી, એ તો ચૈતન્યની જ વિકૃત દશા છે.
તો વિકારના પરિણામને બીજે અચેતન-જડ કહ્યા છે ને? સમાધાનઃ– હા કહ્યા છે, પરંતુ ત્યાં બીજી અપેક્ષાથી વાત છે, વિકારી ભાવ