સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૩૭ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ મિથ્યાદ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે-સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) ‘પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે’ એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા ‘જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે’ એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.”
(આચાર્યદેવ કહે છે કેઃ-) આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક *શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની, એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી ‘જીવ કર્તા છે’ એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે). વળી, ‘કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને- કે જેઓ પર્યાયરૂપ છે તેમને-કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી’ -એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે. (તે સમજાવવામાં આવે છેઃ) જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે, અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શક્તું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્ કોઈએ કરેલો હોઈ શકે નહિ.) વળી _________________________________________________________________ * શ્રમણાભાસ = મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર.