Pravachan Ratnakar (Gujarati). Kalash: 206.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3259 of 4199

 

૨૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

(मालिनी)
क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्।
अपहरति विमोहं तस्य नित्यामृतौधैः
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव।।२०६।।

જૈનો પણ [पुरुषं] આત્માને, [सांख्याः इव] સાંખ્યમતીઓની જેમ, [अकर्तारम् मा स्पृशन्तु] (સર્વથા) અકર્તા ન માનો; [भेद–अवबोधात् अधः] ભેદજ્ઞાન થયા પહેલાં [तं किल] તેને [सदा] નિરન્તર [कर्तारम् कलयन्तु] કર્તા માનો, [तु] અને [ऊर्ध्वम्] ભેદજ્ઞાન થયા પછી [उद्धत–बोध–धाम–नियतं स्वयं प्रत्यक्षम् एनम्] ઉદ્ધત *જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને [च्युत–कर्तृभावम् अचलं एकं परम् ज्ञातारम्] કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ [पश्यन्तु] દેખો.

ભાવાર્થઃ– સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન

ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો; જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય- વ્યવહારનો લોપ થાય છે. ૨૦પ.

હવેની ગાથાઓમાં, ‘કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે’ એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્ કર્તાભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [एकः] કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી _________________________________________________________________ * જ્ઞાનધામ = જ્ઞાનમંદિર; જ્ઞાનપ્રકાશ.